કલા ઉત્સવ-૨૦૧૯
તા.૨૫/૦૯/૨૦૧૯ ના રોજ જી.સી.ઇ.આર.ટી.-ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર પ્રેરીત તથા સી.આર.સી.-બોખીરા તથા બોખીરા કુમાર પે.સે. શાળા નાં સયુંક્ત ઉપક્રમે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી અંતર્ગત સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ શ્રી બોખીરા કુમાર પે.સે. શાળા ખાતે યોજવામાં આવેલ હતો.જેમા કુલા ૪ સ્પર્ધામાં ૨૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધેલ હતો.આ સ્પર્ધામાં કાવ્ય લેખન,નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓ રાખવામાં આવેલ હતી.આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કિટ આપવામાં આવેલ હતી.આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સી.આર.સી. કો. ઓર્ડીનેટર હરેશભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ હતુ.













